| Gormana Geeto | Part-7 | Swarg Ni Nisarni | Live Singing By Neha Bhavesh Solanki |

Опубликовано: 25 Июнь 2026
на канале: Neha Solanki
139,474
1k

Gorma Na Geeto Ni Series Part-7
Swarg Ni Nisarni
Sung By : Neha Bhavesh Solanki
Composed By Neha Bhavesh Solanki
( Live recorded audio during festive pooja)
Video edited :Urja Dhamelia

All rights are reserved to Neha Solanki’s channel only for the composition
------------------------------------
Lyrics to follow

ધન રે ધન આજ ધારણ ધરીયા,
દયા કારીને મંદિરે આવો રે રામ.
ધર્મરાજા ધરમપુરીમાં બેઠા,
વૈષ્ણવની વારતા કરે રે રામ.
પાપી પાખંડીને બાંધીને લાવો,
વૈષ્ણવોની રક્ષા કરજો રે રામ. 
એમ કહીને ચાર જમડા રે ચાલ્યા,
મૃત્યુલોકમાં આવ્યા રે રામ.
પાપી પાખંડીને કેમ ઓળખીએ,
વૈષ્ણવજન કેમ જાણીએ રે રામ.
સવારના પહોરમાં નાવું ને ધોવું,
પુણ્ય ને દાન કાંઈ કરવાં રે રામ.
એ રે એંધાણીયે વૈષ્ણવ જાણવા,
પાપી પાખંડી બાંધી લાવો રે રામ.
એમ કરીને ચાર જમડા રે ચાલ્યા,
રાજાના હાડમાં પેઠા રે રામ.
પહેલો કહે હું તો તાવ જ થઈને,
રાજાના હાડમાં પેસું રે રામ.
બીજો કહે છે હું તો વૈદ જ થઈને,
રાજાની નાડીઓ તપાસુ રે રામ.
ત્રીજો કહે હું તો જોષી થઈને,
રાજા કેરા જોષ જોઉં રે રામ.
ચોથો કહે હું તો શેઠીઓ થઈને,
બજારે હાટ કાઢી બેસું રે રામ.
એમ કારીને ચાર જમડા રે ચાલ્યા,
રાજાના હાડમાં પેઠા રે રામ.
રાજાની દાસી તો વૈદ પોકારે,
વૈદના વૈદ બોલાવે રે રામ.
મંછારામ વૈદ તમે અહીં જ આવો,
રાજાની નાડીઓ જુઓ રે રામ.
તાવ જ તરિયો ને એકાંતરીઓ,
ચોથીઓ, ઝામર ન જાણું રે રામ.
એમ કરીને એક પડીકી આપી,
ત્યાં ને ત્યાં ઘડીના થયા રે રામ.
સગાં વ્હાલાં સર્વે ટોળે થઈ બેઠાં,
અંતનાં સગાં સોડે પેઠાં રે રામ.
જીવ જતા એનો કોઈએ ન જાણ્યો,
પલકમાં દેહ જ પડીયો રે રામ.
લીલુડા વાંસની પાલખી બંધાવી,
ઊંચકનારા ચાર જણા રે રામ.
ચાર જણા એની સાથે રે ચાલે,
પુરુષે પાલખી લીધી રે રામ.
ચકલા સુધી એને સર્વે વળાવે,
વ્હાલાં વળાવી પાછા વળીયાં રે રામ.
પાછું વળીને પ્રાણી શું રે જૂઓ છો,
ક્યાં ગયા સગાં ને વ્હાલાં રે રામ.
વ્હાલાં વળાવી તારા પાછા રે વળીયા,
વ્હાલી તે વેન કેરી કાઢી રે રામ.
પહેલે પગથીયે પ્રાણી જેમ તેમ ચડિયો,
બીજે પગથીયે ભાલા દીઠાં રે રામ.
આ રે ભાલામાં હવે કેમ રે ચલાશે,
હવે તો શી ગતિ થાશે રે રામ.
ભાલા દેખી પ્રાણી થરથર કંપ્યો,
ધ્રુસકે ધ્રુસકે રોવા બેઠો રે રામ.
ભલો જમડો જીવને ફરી ફરી પૂછે,
શાં કર્યા પુણ્ય ને દાન રે રામ.
નથી કર્યા પુણ્ય મેં તો નથી કર્યા દાન,
દયાનો માર્ગ ભુલી ગયો રે રામ.
હું રે શું જાણું આગળ વિપત પડશે,
જમડા તો માર ઘણો મારે રે રામ.
લોઢાની બેડીઓ વતી પ્રાણીને મારે,
બરકાં ને બૂમો ત્યાં પાડે રે રામ.
બીજે પગથીયે પ્રાણી જેમતેમ ચડિયો,
ત્રીજે પગથીયે ગોખરુ દીઠાં રે રામ.
આ રે ગોખરુમાં હવે કેમ રે ચલાશે,
હવે તો શી ગતિ થાશે રે રામ.
જો રે જોડાના દાન કર્યા હોય તો,
પ્રાણીને પાર ઉતારો રે રામ.
જો રે જોડાનો અનુગ્રહ આપ્યો હોય તો,
કે'ને ભાડે આણી આપું રે રામ.
ફરી ફરીને મને શું રે પૂછો છો,
નથી કર્યા પુણ્ય ને દાન રે રામ.
ભલા રે જમડાને દયા રે આવી,
જૂનો જોડો એને આલ્યો રે રામ.
ભૂંડા જમડાની નજરે પડ્યો તો,
ધોલો મારી ખૂંચી લીધો રે રામ.
દેવના ચોર તારે કાંઈ હતા કે'ને,
ઉત્તમ દેહીઓ તમને આપી રે રામ.
ફરી ફરીને હવે મનખો નહીં આવે,
લક્ષ ચોરાશીમાં પડયા રે રામ.
ત્રીજે પગથીયે પ્રાણી જેમતેમ ચડિયો,
ચોથે પગથીયે ભુખો લાગી રે રામ.
આ રે ભુખોમાં હવે કેમ રે ચલાશે,
હવે તો શી ગતિ થાશે રે રામ.
ઓ પેલા ઓ પેલા ભંડાર ભરીયા,
તેમાંથી શેર અન્ન આપો રે રામ.
એકસોને બે વર્ષ સુધી કમાયો,
ઉઘાડે બરડે બળ્યો રે રામ
લક્ષાધિપતિ ભઈ તું યે કહેવાતો,
વહાણો જેને ઘેર ચાલે રે રામ.
તેમાંથી કાંઈ તારે હાથ અલ્યા હોય તો,
તે રે તારી સાથે આવે રે રામ.
ચંબુ,ઝારીયો તારી કોર રે રહેશે,
ખોખરી દોણી સાથે આવે રે રામ.

ચોથે પગથીયે પ્રાણી જેમતેમ ચડિયો,
પાંચમે પગથીયે રુધિર દીઠાં રે રામ.
આ રે રુધિરમાં હવે કેમ રે ચલાશે,
હવે તો શી ગતિ થાશે રે રામ.
જો રે ગાયોના દાન કર્યા હોય તો,
તરીને પાર ઉતારે રે રામ.
નથી કર્યા પુણ્ય મેં તો નથી કર્યા દાન,
દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ.
પાંચમે પગથીયે પ્રાણી જેમતેમ ચડિયો,
છઠે પગથીયે થંભ દીઠાં રે રામ.
એ થંભે પ્રાણીને બાથ ભીડાવી,
અડધો બળ્યો ને અડધો રહ્યો રે રામ,
ભાઈ રે વિમાન તારા ઉભા રે રાખ,
તેં તો શા કર્યા પુણ્ય દાન રે રામ.
ઉનાળે મેં તો પરબો મંડાવી,
ચોમાસે આપ્યા વિશ્રામ રે રામ.
શિયાળે ડગલા ને ટોપીઓ આપી,
ભૂખ્યાંને ભોજન આપ્યાં રે રામ.
બ્રાહ્મણશ્રવણને મેં તો સીધારે આપ્યા,
તેને પૂણ્યએ વિમાન મળ્યા રે રામ.
છઠે પગથીયે પ્રાણી જેમતેમ ચડિયો,
સાતમે પગથીયે કુંડ દીઠાં રે રામ.
ચોરે બેસી જેણે ચાડીયો કીધી,
જૂઠી સાખો જેણે પુરી રે રામ.
એ રે પ્રાણીને પેલા કુંડમાં નાખો,
એની તે શી ગતિ થાશે રે રામ.
કાનખજૂરા એના કાનમાં પેસે,
હાડીઓ આંખો કોચે રે રામ.
સ્વર્ગની નિસરણીના સાત પગથિયાં,
ગાયે શીખે ને કોઈ સુણે રે રામ.
ભટ્ટ પ્રેમાનંદ એમ જ કહે છે,
વૈકુંઠે તેનો વાસ રે રામ.
વૈકુંઠે તેનો વાસ રે રામ.
વૈકુંઠે તેનો વાસ રે રામ.

#Swargninisarni #Nehasolanki