HOW TO HANDLE ANXIETY IN GUJARATI | TIPS FOR MENTAL

Опубликовано: 07 Сентябрь 2026
на канале: Lifeline Wellness
602
52

તમને કોઈ ઇનસિક્યોરિટી છે?
માનવીના ઉત્પત્તિ કાળથી અત્યાર સુધીની મોટા ભાગની પ્રવૃત્તિઓ ખોરાક અને સ્વરક્ષણ મેળવવા માટેની (for the causes of survival) હોય છે. તમે ઊંડાણપૂર્વક વિચારશો તો ખ્યાલ આવશે કે દરેક વૃત્તિ, પ્રવૃત્તિ કે સ્વભાવની લાક્ષણિકતા પાછળ મહદંશે આ બે જ ઉદ્દેશ્યો હોય છે. કાંઇક મેળવવું અથવા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું. આપણી પાંચે પાંચ ઈન્દ્રિયોની ઉર્જા આ બે વૃત્તિ પાછળ ખર્ચાતી જોવા મળે છે. માનવીના સંપૂર્ણ વ્યક્તિત્વની ઝીણામાં ઝીણી લાક્ષણિકતાઓના મુળમાં ખોરાક અને આત્મરક્ષા સમાયેલા છે. જેને આપણે ડિફેન્સ મિકેનિઝમ કહીએ છીએ. પહેલાના સમયમાં ખોરાક માટે શિકાર કરવો પડતો જ્યારે અત્યારે ઘરકામ, નોકરી, ધંધો વ્યવસાય વગેરે કરવા પડે છે. પહેલાના સમયમાં જંગલી જાનવરો અને કુદરતી આફતોથી પોતાની જાતને બચાવવી પડતી. જેના માટે અગ્નિ, હથિયારો અને ગુફા નો સહારો લેવામાં આવતો. જ્યારે અત્યારના સમયમાં વિવિધ આરોપ પ્રત્યારોપણ, બિમારીઓ, અકસ્માતો અને કુદરતી આફતોથી બચવા માટે અલગ-અલગ પ્રયત્નો કરીએ છીએ.
હવે તમે સમજી જ ગયા હશો કે આપણામાં રહેલી આ અસુરક્ષા (ઇનસિક્યોરિટી) ની ભાવનાના મૂળ કેટલા ઊંડા છે. એમ કહીએ તો પણ ચાલે કે માનવીની વૃત્તિઓ એની એ જ છે, ફક્ત પરિસ્થિતિઓ બદલાતી રહી છે. લાખો-કરોડો વર્ષની યાત્રા પછી પણ ધર્મ કે વિજ્ઞાન (અમુક ને બાદ કરતા) સામાન્ય જનમાનસ માંથી ઇનસિક્યોરિટીસ કાઢી શક્યા નથી. ચાલો એક નજર નાખીએ આજની ઇનસિક્યોરિટીસ પર.
ભણતરમાં પાછળ રહી જવાની
સારી નોકરી મળવાની કે નોકરી છૂટી જવાની
ધંધો ચાલશે કે નહીં તેની
ભવિષ્યમાં પૈસા ખૂટી પડવાની
પદ, પ્રતિષ્ઠા, આબરૂ ગુમાવી બેસવાની
બીજા કરતા પાછળ રહી જવાની
સંબંધો બગડવાની કે ટકાવી રાખવાની
પ્રિયપાત્રને ખોઈ બેસવાની
અકસ્માતની કે બીમારી લાગી જવાની
ભગવાન નારાજ થઈ જવાની
સારા દેખાવાની
લોકો શું કહેશે તેની
આ લિસ્ટ નો કોઈ અંત દેખાતો નથી. દુનિયામાં ચાલી રહેલી અરાજકતા, ગુનાખોરી, અશાંતિના પાયામાં પણ આ જ ઇનસિક્યોરિટીસ જોવા મળે છે. જેના ઉકેલ સ્વરૂપે માનવીએ ધર્મ અને વિજ્ઞાનનો સહારો લીધો. પરંતુ પૃથ્વી પરના અનેક સંપ્રદાયો - ધર્મો કે પછી હાલનું આધુનિક વિજ્ઞાન જે તેની ઉચ્ચતમ કક્ષાએ પહોંચી રહ્યું છે તે પણ હજી આ માનવીય અસુરક્ષાઓને પહોંચી વળ્યું નથી. અત્યારે તો એમ પણ કહી શકાય કે પહેલાના સમય કરતાં પણ હાલના સમયમાં અસુરક્ષાઓ વધી રહી છે. જેનો દાયરો ઘટવાને બદલે દિવસેને દિવસે વિસ્તરી રહ્યો છે.
આપણી મોટાભાગની સમસ્યાઓના ગર્ભમાં કોઈને કોઈ અસુરક્ષાની પ્રબળ ભાવના છે. પછી ભલે તે શારીરિક, માનસિક સામાજિક કે આર્થિક સમસ્યા હોય.
આધુનિક મનોવિજ્ઞાનનો મુખ્ય હેતુ અને પડકાર માનવીના જીવન માંથી અસુરક્ષાઓ ઓછી કરવાનો છે. છેલ્લે એક વાત ચોક્કસ કહીશ કે આપણી તમામ અસુરક્ષાઓનું સમાધાન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં છુપાયેલું છે, જેની વાત ફરી ક્યારેક કરીશું. ત્યાં સુધી તમારી સમસ્યાઓને તમારી કોઈ અસુરક્ષાની ભાવના સાથે જોડીને જુઓ, જો તેનું કારણ મળશે તો સમાધાન પણ ચોક્કસ મળી જશે. ગેરંટી

Lifeline Wellness
Arvindainh Rana
Psychologist