સુરતમાં 7 વર્ષની માસૂમ સાથે રેપ વિથ મર્ડર કરનાર નરાધમ ઝડપાયો

Опубликовано: 01 Апрель 2026
на канале: STV NEWS CHANNEL
712
20

STV News Channel:
સુરતના વેડરોડ વિસ્તારમાં ૭ વર્ષીય બાળકીને ઘરમાં લઇ જઈ નરાધમ યુવકે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી એટલુ જ નહી હત્યા કર્યા બાદ બાળકીની લાશને ઘરમાં રહેલા પેટી પંલગમાં સંતાડી ફરાર થઇ ગયો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી રીઢો ગુનેગાર છે અને તે સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ૧૪ વખત વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે
સુરતના વેડરોડ સ્થિત વાળીનાથ ચોક પાસે એક ૭ વર્ષીય બાળકી ગુમ થઇ ગયી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ તપાસમાં જોડાઈ હતી. આ દરમ્યાન બાળકીની લાશ પાડોશમાં રહેતા યુવકના ઘરમાંથી મળી આવી હતી. ઘરમાં રહેલા પેટી પંલગમાંથી બાળકીની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે પાડોશમાં રહેતા યુવકની શોધખોળ શરુ કરી હતી. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બપોરના સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં બાળકીને ચોકલેટ માટે રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાની રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં તેણીની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી અને બાદમાં લાશને પોતાના જ ઘરમાં રહેલી પેટી પંલગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હતો. પોલીસ તપાસમાં આરોપી રીઢો ગુનેગાર હોવાનું બાહર આવ્યું છે. આરોપી સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ૧૪ વખત વાહનચોરીના ગુનામાં તે ઝડપાઈ ચુક્યો છે. આ ઉપરાંત આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. મતગણતરીના દિવસે લોકોએ આ વિસ્તારમાં એકત્ર થયા હતા અને વિવિધ બેનરો અને સુત્રોચાર કરી આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી હતી.
‪@NarendraModi‬ ‪@HarshSanghavi.official‬
STV News भारत का सर्वश्रेष्ठ हिंदी न्‍यूज चैनल है ।Stv News न्‍यूज चैनल राजनीति, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। आज तक न्‍यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें ।

STv News surat is India's best Hindi News Channel. STV news news channel covers the latest news in politics, entertainment, Bollywood, business and sports. Stay tuned for all the breaking news in Hindi!