Gadhada no melo 2023 || ગઢડાનો મેળો || ગઢડાનો જલ જીની અગિયારશ નો મેળો || ગુજરાતનો મેળો || મેળો
ગઢડા / બોટાદ /ગોડકા / ટાટમ / ઉગામેડી / નીંગાલા /ખોપાલા / માંડવધાર / લાખણકા
gadhada / botad / godaka / tatam / nigala / ugamedi/ bodki / khopala / mandavdhar / lakhanka
પાલખીયાત્રા યોજાશે:ગઢડામાં 200 વર્ષની પરંપરા મુજબ જળ જીલણી અગિયારસ ઉજવાશે
ગઢડા(સ્વામીના) સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉપરાંત સહજાનંદ સ્વામીની કર્મભૂમિ અને અનેક દિવ્ય લીલાઓ તથા પરંપરા માટે મહત્વ પૂર્ણ સ્થાન ધરાવે છે. સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી જળ જીલણી એકાદશીની બસ્સો વર્ષ ઉપરાંતથી ચાલી આવતી પરંપરા મુજબ 26 સપ્ટેમ્બરે ગોપીનાથજી દેવ મંદિર દ્વારા જળ જીલણી એકાદશીના સમૈયાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર હોવાનું ચેરમેન હરીજીવન સ્વામીએ જણાવ્યું હતું. આ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાધુ સંતો અને હરીભક્તોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે.
જળ જીલણી એકાદશી નિમિત્તે તા.26-9-2023, મંગળવારે ગોપીનાથજી દેવ મંદિર ખાતે બપોરે 10 કલાકે ગોપીનાથજી મહારાજ સન્મુખ ઠાકોરજી અને ગણપતિજીનું પૂજન આરતી કરવામાં આવશે. ત્યારબાદ ઠાકોરજીની પાલખીયાત્રા વાજતે ગાજતે ઘેલોનદી તરફ પ્રસ્થાન કરી જળ જીલવાની અને નૌકા વિહારની ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવશે. જળજીલણી એકાદશી નિમિત્તે બોટાદ રોડ ખાતે બે દિવસ માટે પરંપરાગત લોક મેળો પણ યોજાશે. આ સમૈયો તથા લોકમેળામાં અસંખ્ય લોકો જોડાશે.