કોરોના વાયરસની મહામારીએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે. દરેક વ્યક્તિ આ દુઃખદ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યું છે. આ બધાની વચ્ચે 8 વર્ષનો બાળક સાહિલ જે ત્રીજા ધોરણમાં ભણે છે. ગરીબપરિવારમાં હોવાથી તે તેના ગામની સરકારી સ્કૂલમાં ભણે છે પરંતુ સ્કૂલ બંધ હોવાને કારણે તેના જીવનમાં ખૂબ જ બદલાવ આવી જાય છે. જીવન અસ્ત વ્યસ્ત છે, બધું ભુલાવા માંડ્યું છે વગેરે વગેરે. પરંતુ તેમ છતાંય તે ખુશ રહે છે, મસ્તી કરે છે,ભણે છે, રમે છે અને સ્કૂલ ખુલવાની રાહ જોવે છે. જો 8 વર્ષનો સાહિલ અને તેના જેવા બીજા અનેક બાળકો આંતરિક સંઘર્ષ કરી રહ્યા હોય અને આ મહારમારી જશે અને તેઓ પોતાના સપના પુરા કરશે જ એવી આશા સાથે જીવી રહ્યા હોય તો આપણે તો ખૂબ મજબૂત મનોબળ ધરાવીએ છીએ, માટે બધું જ પહેલાની જેમ સારું થઈ જશે એ આશાની સાથે હસી ખુશીથી જીવવું જોઈએ.
The Corona virus pandemic has shaken the entire world. Everyone is going through this tragic situation. In the midst of all this is 8-year-old Sahil who is studying in 3rd standard. Being from a poor family, he attends a government school in his village but the closing of the school has changed his life a lot. Life is busy, everything is forgotten, etc. But still, he stays happy, has fun, studies on someone else's TV, plays and waits for the school to open. If 8-year-old Sahil and many other children like him are struggling internally and living with the hope that this epidemic will go away and they could fulfil their dreams, then we can also keeps our hopes up high and try our best.