કેમિકલ ઉદ્યોગોમાં હરણ ફાળ ભરી રહેલા વાપી જી.આઇ.ડી.સી એશિયાની નામાંકિત ઉદ્યોગ નગરી છે, ગત વખતે કેદ્ર સરકારના પોલ્યુશન કંટ્રોલ દ્વારા જાહેર કરાયેલ ઇન્ડેક્ષ આંક મુજબ વાપી સૌથી વધુ પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક વિસ્તાર તરીકે સ્થાન પામી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવી રહી છે ત્યારે વાપી અને તેના આજુબાજુના રહેવાસીઓ પ્રદુષણને કારણે સૌથી વધુ ભોગ બની રહ્યા છે.