Shree Ghanshyam Lilamrut Part - 6 | श्री घनश्याम लीलामृत भाग - ६ | શ્રી ઘનશ્યામ લીલામૃત પાર્ટ - ૬

Опубликовано: 16 Июль 2026
на канале: Gautam Kakadiya (ShreeG)
45
2

Shree Ghanshyam Lilamrut Part - 6
श्री घनश्याम लीलामृत भाग - ६
શ્રી ઘનશ્યામ લીલામૃત પાર્ટ - ૬

પરંબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણનારાયદા થકી પરમ ભાગવત ધર્મ પ્રાપ્ત કરનાર શ્રી ઉદ્ધવસંપ્રવર્તિત, શ્રીહરિસંવર્ધિત, સર્વોપરિ સંપ્રદાયના સમસ્ત સમાશ્રિતોને સુવિદિત છે. જે આ ઉદ્ધવ સંપ્રદાયમાં શ્રીહરિનાં ચરિત્રોને ગદ્ય પદ્યમાં પ્રાકૃત સંસ્કૃત વાણીમાં વર્ણવનારા સ. મુક્તાનંદાદિક અનેક મુનિઓ સુપ્રસિદ્ધ છે. તેમણે શ્રીહરિનાં ચરિત્ર રસથી પરિપૂર્ણ વિવિધ ગ્રંથો કરી સાંપ્રદાયિકોના હૃદયમાં નવીન જીવનપ્રસરાવ્યું છે. આવા ગ્રંથો પૈકી સદ્ગ. ભૂમાનંદ સ્વામી રચિત આ ગ્રંથપણ શ્રીહરિની લીલાઓથી પરિપૂર્ણ છે.

આ ગ્રંથનો પ્રસ્તુત વિષય અક્ષરધામાધિપતિ અનંતકોટી બ્રહ્માંડના આધાર સર્વેશ્વર, સર્વજ્ઞ પરમાત્મા, પરમતત્ત્વ, સર્વાત્મા, અવતારી પૂર્ણપુરુષોત્તમ નારાયણ શ્રીસહજાનંદ સ્વામીએ બાલ્ય અવસ્થામાં કરેલી વિવિધ દિવ્ય અમાનુષિક, માનષિક લીલાઓનું વર્ણન કરવાનો છે.

આ ગ્રંથમાં પ્રાયઃ શ્રીહરિની બાળલીલાનો સંગ્રહ છે. શ્રીહરિનું બાલ્યવયનું અભિધાન શ્રી ઘનશ્યામ હોવાથી તે અવસ્થામાં કરેલાં ચરિત્રોને મુખ્યત્વે કરીને શ્રી ઘનશ્યામચરિત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ ગ્રંથનું નામ “શ્રી ઘનશ્યામલીલામૃત સાગર”રાખવામાં આવ્યું છે.

Special Thanks
Pu. Sad. Swami Shree Nityashwarupadasji - Sardhar

Like, Share & Subscribe to my channel to watch more videos like these.
   / @shreegurave