UMBARAWALI | FAKT PURUSHO MATE | LYRICS GUJARATI
મુખડું:
હે માડી ચૌદે ભરમાંડ તારી કોખમાં રે
તું તો બેઠી ગબ્બર જેવા ગોખમાં રે
આજ આવી નવરાત આવ ચોકમાં રે
દેવા ભક્તિની રીત તારી લોકમાં લોકમાં લોકમાં રે
કે ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે
હે મારી ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે
અંતરા:
હે રાજી ઘરમાં જો નાર
એ જ તારો શણગાર
તારા દીવડાની જ્યોત એના સ્મિતમાં
એનો નમણો ખીલકાટ
તારે ચહેરે ચમકાટ
એનું સપનું વણાયું તારા ગીતમાં
એના હૈયે ઉમંગ તારો રંગ માડી
તારી કીર્તિ ગવાજો એના સંગમાં સંગમાં સંગમાં રે
ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે
હે મારી ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે