English Translation
'Letter to the Editor' by Surat resident Piyush Mehta, published in the 'Reader's Forum' section, 'Charchapatra,' of the Gujarati daily 'Gujaratmitra,' published from Surat (Gujarat, India), dated October 3, 2025:
GST Reduction on Petrol Vehicles and Pollution:
Recently, the GST Council implemented a significant reduction in GST on many items starting from September 22, which also included petrol-run vehicles. Consequently, news of an unimaginable rush for purchases at automobile showrooms on the very first day was enthusiastically presented in print and electronic media. However, the other side of the coin is equally serious. Nowadays, not only cities like Delhi but also medium-sized towns and villages near national and regional highways are facing large-scale air pollution. The reason is that almost every household now owns more than just two-wheelers—they also have four-wheeled vehicles. And family members are neglecting public transport services, even where they are easily available, choosing instead to travel by public transport, for short distances too travel by their own vehicles. This is harmful not only for the environment but also for their own health. Therefore, it can only prove beneficial if the use of solar-powered rechargeable battery-operated vehicles increases, and simultaneously, if public transport service becomes more efficient and people start using it more often.
Piyush Mehta.
Nanpura, Surat - 395001.
हिन्दी अनुवादन :
सूरत (गुजरात, भारत) से प्रकाशित गुजराती दैनिक ‘गुजरातमित्र’ के दिनांक 3 अक्टूबर, 2025 के पाठक मंच विभाग ‘चर्चापत्र’ (एडिटर को पत्र) में प्रस्तुत सूरत निवासी पीयूष मेहता का ‘चर्चापत्र’:
पेट्रोल-वाहनों पर GST में कमी और प्रदूषण:
हाल ही में जीएसटी काउंसिल ने 22 सितंबर से जीएसटी में कई वस्तुओं पर उल्लेखनीय कमी लागू की, जिसमें पेट्रोल से चलने वाले वाहन भी शामिल थे, जिसके कारण पहले ही दिन ऑटोमोबाइल शो-रूमों पर खरीद के लिए अकल्पनीय भीड़ होने की खबरें प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया में उत्साहपूर्वक प्रस्तुत की गईं। लेकिन सिक्के का दूसरा पहलू उतना ही गंभीर है। अब दिल्ली जैसे शहर ही नहीं, बल्कि मध्यम श्रेणी के शहर और राष्ट्रीय तथा प्रादेशिक राजमार्गों के निकटवर्ती गांव भी बड़े पैमाने पर वायु प्रदूषण का सामना कर रहे हैं। इसका कारण यह है कि अब हर घर में एक से अधिक दोपहिया ही नहीं, बल्कि चार-पहिया वाहन भी हो गए हैं। और परिवार के सदस्य सार्वजनिक परिवहन सेवाओं का उपयोग आसानी से उपलब्ध होने पर भी नजरअंदाज करके, अपने वाहनों से नजदीकी दूरी के लिए भी आवागमन कर रहे हैं। जो न केवल पर्यावरण के लिए, बल्कि अपने स्वास्थ्य के लिए भी हानिकारक है। इसलिए, अगर सौर ऊर्जा से रिचार्जेबल बैटरी संचालित वाहनों का उपयोग बढ़े और उसके साथ ही सार्वजनिक परिवहन सेवा अधिक कुशल बने तथा लोग उसका अधिक उपयोग करने लगें, तभी यह फायदेमंद साबित हो सकता है।
पीयूष मेहता।
नानपुरा, सूरत - 395001.
સુરત (ગુજરાત, ભારત)થી પ્રકાશિત ગુજરાતી દૈનિક ગુજરાતમિત્ર ’ નાં તારીખ ૩ ઓક્ટોબર, ૨૦૨૫ નાં વાચક મંચ વિભાગ ' ચર્ચાપત્ર ' માં રજૂઆત પામેલું સુરત નિવાસી પિયુષ મહેતા નું’ચર્ચાપત્ર’ :
પેટ્રોલ-વાહનો પર GST નો ઘટાડો અને પ્રદુષણ :
હાલ GST COUNCIL એ તારીખ ૨૨ સપ્ટેમ્બર નાં દિવસ થી GST માં ઘણી વસ્તુઓ માં ગણનાપાત્ર ઘટાડો અમલી કર્યો જેમાં પેટ્રોલ થી ચાલતા વાહનો નો પણ સમાવેશ થયો, જેથી પહેલે જ દિવસે ઓટોમોબાઇલ શૉ-રૂમો પર ખરીદી માટે અકલ્પ્ય ધસારો થવાનાં સમાચારો મુદ્રિત અને વિજાણુ સમાચાર માધ્યમો માં ઉત્સાહ પૂર્વક રજૂ કરવામાં આવ્યા. પણ સિક્કાની બીજી બાજુ એટલી જ ગંભીર છે. હાલ દિલ્લી જેવા શહેરો જ નહીં પણ મધ્યમ કક્ષા નાં શહેરો અને રાષ્ટ્રીય અને પ્રાદેશિક ઘોરી માર્ગો ની નજીક નાં ગામો પણ વાયુ મોટા પ્રમાણમાં પ્રદુષણ ના સામનો કરી રહ્યા છે. કારણ દરેક ઘરો એક થી વધુ દ્વિચક્રી જ નહીં પણ ચાર-ચક્રી વાહનો ધરાવતા થઈ ગયા છે. અને કુટુંબ નાં સભ્યો જાહેર પરિવહન સેવાઓ નો ઉપયોગ જ્યાં સહેલાઈ થી પ્રાપ્ય હોય ત્યાં પણ અવગણી ને પોતાના વાહન દ્વારા નજીક નાં અંતરે પણ આવજા કરી રહ્યા છે. જે ફક્ત પર્યાવરણ માટે જ નહીં પણ પોતાનાં સ્વાસ્થ્ય માટે પણ હાનિકર્તા બને છે. માટે જો સોલાર વડે રિ-ચાર્જેબલ બેટરી સંચાલિત વાહનો નો ઉપયોગ વધે અને તે સાથે જાહેર પરિવહન સેવા વધુ કાર્યક્ષમ બને અને લોકો તેનો વધુ ઉપયોગ કરતા થાય તો જ ફાયદાકારક સાબિત થાય.
પિયુષ મહેતા.
નાનપુરા, સુરત - ૩૯૫૦૦૧.