@jayswaminarayanmeshwa
Presenting : Jamo Thal Jivan Jau Vari | Swaminarayan Thal | જમો થાળ જીવન જાઉં વારી |
#devotional #thad #kirtan #swaminarayan #gujarati
જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ કરો તૈયારી
જમો થાળ જીવન જાઉં વારી (1+1)
બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી,કટોરા કંચનની થાળી
જળે ભર્યા ચંબુ ચોખાળી
જમો થાળ જીવન જાઉં વારી (1+1)
કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી
કાઢ્યો રસ કેરીનો ઘોળી
જમો થાળ જીવન જાઉં વારી (1+1)
ગળ્યાં સાટાં ઘેબર ફૂલવડી, દૂધપાક માલપૂઆ કઢી
પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી
જમો થાળ જીવન જાઉં વારી (1+1)
અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું હું તરત કરી તાજી
દહીં ભાત સાકર છે ઝાઝી
જમો થાળ જીવન જાઉં વારી (1+1)
ચળું કરો લાવું જળઝારી, ઈલાયચી લવિંગ સોપારી
પાનબીડી બનાવી સારી
જમો થાળ જીવન જાઉં વારી (1+1)
મુખવાસ મનગમતાં લઈને,પ્રસાદી થાળ તણી દઈને
ભૂમાનંદ કહે રાજી થઈને
જમો થાળ જીવન જાઉં વારી (3)
Album : Swaminarayan Nitya Niyam
Song Name : Jamo Thal Jivan Jau Vari
Singer : Hashmukh Patadiya
Lyrics : Traditional
Music : Hashmukh Patadiya
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan
Temple : Chhapaiya
Festival : Poonam, Samaiyo
Label : Ganesh Digital
Subscribe and stay updated to MeshwaFilms channel today.
Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :https://meshwafilms.com/