@jayswaminarayanmeshwa
Presenting : Aankh Mari Ughde Tya Ghanshyam Dekhu | સ્વામિનારાયણ કીર્તન | આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું |
#devotional #kirtan #swaminarayan #gujarati
આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું (2)
ધન્ય મારુ જીવન કૃપા એની લેખું (2)
ઘનશ્યામ ઘનશ્યામ રચના ઉચ્ચારે (2)
શ્રીજી નો આનંદ મારે અંતરે આવે (2)
પંચનામૃત શિક્ષાપત્રી અંતર ની આંખો (2)
શ્રીજી એ દીધી છે મને ઉડવાની પાંખો (2)
આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખુ
ધન્ય મારુ જીવન કૃપા એની લેખું
ઘનશ્યામ ના વિચારો મારે અઢળક નાણું (2)
ગાઉ મારે નિશદિન શ્રીજી નું ગાણું (2)
હરિ ભક્તો મારે સગા ને સંબંધી (2)
જુઠી ગ્રંથિ તૂટી મારી માયા ની બંધી (2)
આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખુ
ધન્ય મારુ જીવન કૃપા એની લેખું
શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણીમાં જેવી (2)
સૌ સંતો આશિષ દેજો રે એવી (2)
જેણે રે શ્રીજી ચરણ રસ ચાખ્યો (2)
એણે રે સંસાર ને મિથ્યા કરી નાખ્યો (2)
આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખુ
ધન્ય મારુ જીવન કૃપા એની લેખું
એ રસ ધ્રુવ અને પ્રહલાદ એ ચાખ્યો (2)
એ રસ અંબરીશે હૃદય માં રાખ્યો (2)
એ રસ જાણે છે સુખદેવ જોગી (2)
કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી (2)
આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખુ (2)
ધન્ય મારુ જીવન કૃપા એની લેખું (3)
Song Name : Aankh Mari Ughde Tya Ghanshyam Dekhu
Singer : Dinesh Vaghasiya
Music : Mayur Dave
Lyrics : Ashok Patel
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210