Std 10 Chapter- 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો

Опубликовано: 14 Май 2026
на канале: Pragati Educare
1,614
40

પ્રકરણ – 1

રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
(Chemical Reaction and Equation)
રોજિંદા જીવનની કેટલીક પરિસ્થિતિઓ ધ્યાનમાં લઈએ અને વિચારો કે જયારે ...
 ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લુ રાખવામાં આવે.
 લોખંડના તવા / તપેલા / ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે.
 દ્રાક્ષનું આથવણ થાય.
 ખોરાક રંધાય છે.
 આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય.
 આપણે શ્વાસ લઈએ.
 ઉપરની તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ(સ્વભાવ) અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે તો આને આપણે કહી શકીએ છીએ કે કોઈક રાસાયણિક પ્રક્રિયા થઇ છે.
 રાસાયણિક પ્રક્રિયા શું છે એ સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિ કરીએ.
પ્રવૃત્તિ – 1
 સૌપ્રથમ પ્રયોગ માટે લગભગ 3-4 cm લાંબી મેગ્નેશિયમની પટ્ટી ને કાચ પેપર વળી ઘસીને શુદ્ધ કરો.
 તેને ચીપિયા વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વોચગ્લાસમાં એકત્ર કરો.
 તમે જોશો કે મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર માં પરીવર્તીત થાય છે આ પાવડર એ મેગ્નેશિયમ ઓકસાઇડ છે.
 મેગ્નેશિયમ તેમજ હવામાનના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓકસાઇડ ઉદ્ભવે છે.
પ્રવૃત્તિ -2
 એક કસનળીમાં લેડ નાઈટ્રેટનું દ્રાવણ લો.
 તેમાં પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ ઉમેરો.
 તમે અવલોકન કરશો કે લેડ નાઈટ્રેટ અને પોટૅશિયમ આયોડાઇડ બંને રંગવિહીન હતા પરંતુ જ્યારે બંને મિશ્ર કર્યા ત્યારે તેના મિશ્રણ આછા પીળા રંગનું થઈ ગયું
પ્રવૃત્તિ -3
 એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા લો.
 તેમાં મંદ હાઈડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો.
 હવે તમે અવલોકન કરશો ત્યારે તમને ઝીંકના દાણાની ફરતે પરપોટા જોવા મળશે .
 ત્યાર બાદ તમે કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરશો ત્યારે તમને તેના તાપમાનમાં ફેરફાર જોવા મળશે .
આ પ્રકરણના બીજા વિડિઓમાં આપણે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કરશું .
 રાસાયણિક સમીકરણો
 રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર
#std10 #science #રસાયણિકપ્રક્રિયા
 રોજિંદા જીવનમાં ઓક્શિડેશન પ્રક્રિયાઓની અસરો