🙏આ ભજન યુટ્યુબ પર નથી અમે બનાવેલું છે 🙏
્્્્્્્્્્્્
વહેલી પરોઢિયે રે
માવલડી મને સપના આવે ચાર. (૨)
પહેલે સપને રે માવલડી
મેતો જોયા ગંગાજીના ઘાટ
ગંગાજી ઘાટ માં રે
માવલડી હું તો સ્નાન કરું દીનરાત
વહેલી પરોઢિયે માવલડી
મને સપના આવે ચાર
બીજે સપને રે માવલડી
મેં તો ડીઠા કેદારનાથના ધામ
કેદાર ધામ રે
બેઠાં મારા ભોળા માતા ભવાની સાથ
વહેલી પરોઢિયે માવલડી
મને સપના આવે ચાર
ત્રીજા સપને રે જોયા મેતો ગોકુળ રુડા ગામ
ગોકુળિયા ગામ રે મારો વાલો રમાડે
રાધાજી ને રાસ
વહેલી પરોઢે રે માવલડી
મને સપના આવે ચાર
ચોથા સપને રે જોયા મે તો અયોધ્યા ના ધામ
અયોધ્યા ધામમા રે
વાતો કરતા રામ સીતા ને સાથ
વહેલી પરોઢિયે માવલડી
મને સપના આવે ચાર ....
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
#ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #krishna #ગરબા #lagangeet #gujaratibhajan