અલ્યા જાલમાં રે રંગીલા રાય રણછોડ મારા વાલા
તારો તે ઠુમકો જોવો છે
તારે તે માથે મુંગટ શોભે
મોરના પીછા નો શણગાર શોભે
અલ્યા જાલ મારે રંગીલા રાય રણછોડ મારા વાલા
તારો તે ઠુમકો જોવો છે
પીડા પીતાંબર અંગે તે શોભતા
ખભે ખંભાતી ખેસ રંગીલો
અલ્યા જાલમા રે કેડે કંદોરો શોભે મારા વાલા
તારો તે ઠુમકો જોવો છે
બાય બાજુબંધ બેરખા શોભતા
દસે આંગણિયે વેઢ રે શોભતી
અલ્યા જાલીમાં રે નજરો ના જાદુ ચલાવો મારા વાલા
તારો તે ઠુમકો જોવો છે
માખણનો ચટકો ને કેવો છે લટકો
અલ્યા જાલમા રે કંઠે એકાવન હાર મારા
વાલા
તારો તે ઠુમકો જોવો છે
હાથે છે મોરલી ને ખભે છે કામળી
અલ્યા જાલમા રે તું ગૌધણ ચારવા જાય મારા વાલા
તારો તે ઠુમકો જોવો છે
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
#ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #krishna #કીર્તન #gujaratibhajan #trending #lagangeet #ગરબા