ધોરણ -8 | પ્રકરણ 2 | એક જ દે ચિનગારી | હરિહર પ્રાણશંકર ભટ્ટ

Опубликовано: 14 Сентябрь 2026
на канале: KNOWNIK CLASSES
103
12

ધોરણ -8 | પ્રકરણ 2 | એક જ દે ચિનગારી | હરિહર પ્રાણશંકર ભટ્ટ
હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વૈધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતનાં પુસ્તલે ઉપરાંત સુંદર કાવ્યો પત્ર લખ્યા છે. 'હૃદયરંગ' એમનો કાવ્યસંગ્રહ છે.

'એક જ દે ચિનગારી' - આ પ્રાર્થના-કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધનવૈભવ કે સત્તામહતા યાયતા નથી. 'મહાનલ'રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારી'ની અપેક્ષા રાખે છે. કેવી ના છતાં ભવ્ય રચના !
એક જ દે ચિનગારી.. મહાનલ ! એક જ દે ચિનગારી ચકમક લોડું પસતાં-પસતાં ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડયો. ન ફળી મહેનત મારી; મહાનલ ! એક જ દે ચિનગારી ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી; ના સળગી એક સગડી મારી - વાત વિપતની ભારી; મહાનલ ! એક જ દે ચિનગારી ઠંડીમાં મુજ કાયા થથરે; ખૂટી ધીરજ મારી; વિશ્વાનલ ! હું અધિક ન માગું માગું એક ચિનગારી; મહાનલ ! એક જ દે ચિનગારી
શબ્દસમજૂતી

ચિનગારી (અહીં) જ્ઞાન અથવા સમજનો તણખો મહાનલ (અહીં) અગ્નિ-સ્વરૂપ પરમાત્મા, અગ્નિ તે ચૈતન્યનો, પ્રાણનો અગ્નિ ઠંડીમાં (અહીં) જડતાની, નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં

(ભાષાસજજતા

સ્વર અને વ્યંજન :

ભાષાનો નાનામાં નાનો ઘટક (એકમ) તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી 'સ્વર' અને 'વ્યંજન' તરીકે ઓળખાવીએ છીએ.

ફેફસાંમાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા આવે ત્યારે સ્વરપેટી-નાદતંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે ને પછી મુખપથ કે નાસિકાપથ દ્વારા બહાર આવે છે ત્યારે ધ્વનિરૂપે સંભળાય છે.

. સ્વર : માઁ કે નાકમાંથી ધ્વનિરૂપે સંભળાતું એ વાયુમોજું કોઈ અવરોધ વિના, જુદાં-જુદાં પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. દા.ત.. આ, આ, ઈ. ઊ, એ, ઓ.. વગેરે.

• વ્યંજન : મોં કે નાકમાંથી ધ્વનિરૂપે સંભળાતું એ વાયુમોજું ક્યાંક પૂરેપુરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે.

વ્યંજન એટલે વિ + અંજન, અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિયટક એકલો (સ્વતંત્ર) ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ (વિ) મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે.

• અઘોષ ધ્વનિ : નાદતંત્રી, મહદ્ અંશે અલ્પમાત્રા (અકંપ અવસ્થા)માં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અધોષ ધ્વનિ.


• થોપ ધ્વનિ : નાદતંત્રી, સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય

તે પોષ ધ્વનિ.