ધોરણ 8 | ગુજરાતી | પ્રકારણ -4 | તને ઓળખું છું .
કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે. તેઓ ડસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે. 'મોરયું', 'જુટ્ટી મૂડી વીજ' અને મિતવા' એમના કાવ્યસંતો છે. બાળસાહિત્યમાં પણ એમનું નોંધપત્ર પ્રદાન છે. 'ગજવામાં ગામ” અને નાતો' તેમના વાર્તાસંગ્રહો છે, તેમજ 'નથી' નામે એક નવલકયા પણ ઍનકો આપી છે. આ સર્જકનાં કેટલાંક પુસ્તકો પુરસ્કૃત પણ થયાં છે.
તને ઓળખું છું. મા' એક ઊર્મિગીત છે. કવિએ અહીં આગવી શૈલીમાં
માતૃમહિમા ગાયો છે. ગીતનો નાયક અહીં વિનમ્રભાવે માતૃઋણનો સ્વીકાર કરે છે.
જીવનમાં મુશકેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સ્વજન પિક્કારે, ઉપેશા
કરે એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનને પહેતાના પગ પર ઊભા રહેવાનું બળ પુરું પાડે છે. માતાનાં દુઃખણાં-
ઓવારણાંમાં આવું અમૃત ભર્યું છે. ટાયલ ફૂરે ને પીડા પળભરમાં છૂ થઈ જાય ! ગીતના અંતમાં નાયક બોલી ઊઠે
std 8 gujarati,gujarati std 8,learn at home campaign
છે : “સ્મરણ-રસ્મરણ તીરથ : તારી એમ કરું પરકમ્મા' માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ
ગીત વારંવાર માણવાનું ગમે એવું છે.
😍
તને ઓળખું છું, મા !
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે, ખમ્મા ! ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ, ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું, મળે લહેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં..... તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ? સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા.... તને ઓળખું છું, મા !
શબ્દસમજૂતી
સરે નીકળે, સરી પડે ખમ્મા ‘ક્ષેમકુશળ રહો” - “દુઃખ ન થાઓ' એવો ઉદ્દગાર પરકમ્મા પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારેબાજુ ગોળગોળ ફરવું તે ટેરવું આંગળીના છેડાનો ભાગ
• અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના માં લખો :
(1) બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ?
(8) ખમ્મા
(ખ) ઓવારણાં
(ગ) અભાગી
(૫) સાચવજે
(2) બાળકનું દુ:ખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે ?
(ક) માથે હાથ ફેરવે છે.
(બ) ઓવારણાં લે છે.
(ગ) હાથ પકડી બેઠો કરે છે.
(૫) સતત તેની સાથે રહે.
2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ?
(2) માની મમતાને ન પામી શકનાર માટે કવિ કર્યો શબ્દ વાપરે છે ?
(3) કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે ?
(4) એકલવાયું વરસે છે ચોમાસું' એવું કવિ કયા સંદર્ભે કહે છે