મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો
મારા રુદીએ વસ્યો મોહન મોરલી વાળો
જમુના કાંઠે વેણુ વગાડે ગોકુળ નો ગોવાળીયો
મારો મોહન મોરલી વાળો
રુપ મનોહર નિશદિન નીરખુ
શ્યામસુંદરને જોઈને સરખું
કાન્હા ને રંગે હું રંગાઉ કાળી કામડી વાળો
મારો મોહન મોરલી વાળો
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો
કામણ કરતો નંદનો દુલારો
પીળુ પીતાંબર પહેરીને આવીયો
ઠુમક ઠુમક એ નાચ નચાવે
ભક્તો નો રખવાળો
મારો મોહન મોરલી વાળો
પળ પળ મારી સાથે રહેતો
કામ અધુરા પુરા કરતો
રક્ષા કરતો નંદજીનો લાલો
ભક્તો નો રખવાળો
મારો મોહન મોરલી વાળો
મારા હાથે વસીયો મોહન મોરલી વાળો
અંગ અંગ માં એ ભાવ જગાવે
થઈ થઈ કરતો નાચ નચાવે
દોડી-દોડી વહેલો આવે
ગોકુળ નો ગોવાળીયો
આ મારો મોહન મોરલી વાળો
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો
શક્તિ મુજને દેજો સારી
માયા લગાડી મોહન પ્યારે
વૈકુંઠ મંડળ ની જાન કનૈયો
દુખડા નો હરનારો
મારો મોહન મોરલી વાળો