બંગલાનો બાંધનાર કેવો ભજન નીચે લખેલુ છે // New Gujarati Bhajan 2024 // Nava Bhajan // Gujrati Kirtan
ભગવદગીતા 40% રાહતદરે ખરીદો:- https://amzn.to/3YPXe5d
Produced by:- Team Bhakti Saurashtra
Lyrics & Sang by:- Amarba Variya, Kantuben, Nainaben, Bhavishaben
Editing by:- Harshit Variya
Contact:- [email protected]
Lyrics (ગીતો / પંક્તિઓ) :-
બંગલાનો બાંધનાર કેવો આ બંગલો કોણે બનાવ્યો?
નથી રે લોઢુ એમા નથી રે લાકડુ,
નથી ખીલો કે નથી ખીલી, આ બંગલો કોણે બનાવ્યો?
નથી રે ઈટુ એમા નથી રે રેતી,
નથી સિમેન્ટ નથી ગારો, આ બંગલો કોણે બનાવ્યો?
કડીયા કારીગરની કેવી કારીગરી,
પાણીમા બાંધી હવેલી, આ બંગલો કોણે બનાવ્યો?
બંગલો બનાવી આ જીવને બેસાડ્યો,
નથી લેતા બંગલાનુ ભાડુ, આ બંગલો કોણે બનાવ્યો?
આરે બંગલાને દસ દરવાજા,
નવસો નવાણુ એમા નાડી, આ બંગલો કોણે બનાવ્યો?
નટવર શેઠની નોટીસ આવી,
આમારે ચોપડે નથી નામ, આ બંગલો ખાલી કરવાનો.
દાસી ડરી ગઈ, ગઈ ગુરુને ચરણે,
તારસે દ્વારકા વાળો, આ બંગલો કોણે બનાવ્યો?
પાછુ વાળી શુ જુઓ જીવાભાઈ,
ખૂટ્યા હવે અન્ન ને પાણી, આ બંગલો ખાલી કરવાનો.
બંગલાનો બાંધનાર કેવો આ બંગલો ખાલી કરવાનો.
બંગલાનો બાંધનાર કેવો આ બંગલો રામે બનાવ્યો.
Video Tags :-
gujarati bhajan,nava bhajan,nava bhajan batao,nava bhajan nava bhajan,nava bhajan gujarati ma,gujarati bhajan kirtan,bhakti saurashtra,new gujarati bhajan,gujrati bhajan,gujrati kirtan,ગુજરાતી ભજન નવા,desi gujarati bhajan,બંગલાનો બાંધનાર કેવો ગુજરાતી ભજન,બંગલાનો બાંધનાર કેવો
© Copyright 2024 Bhakti Saurashtra.
Contact us to reuse our lyrics or copy our content.