Non Stop Shree Krishna Bhakti Geet | Krishna Devotional Songs

Опубликовано: 14 Март 2026
на канале: Bhakti Saurashtra - Amarba
1,540
like

Non Stop Shree Krishna Bhakti Geet | Krishna Devotional Songs with lyrics

ભગ​વદગીતા 40% રાહતદરે ખરીદો :- https://amzn.to/4fDiosA
Produced by :- Team Bhakti Saurashtra
Lyrics & Sang by :- Mota Nurapirdham Mahila Mandal
Editing by :- Harshit Variya
Contact :- [email protected]

Lyrics (ગીતો / પંક્તિઓ) :-

શામળા લેજો સંભાળ​ :-    • શામળા લેજો સંભાળ // શ્રી ક્રુષ્ણનુ સરસ લખે...  
ઓધ​વરાય માધ​વરાય​ :-    • ઓધ​વરાય માધ​વરાય​ // ક્રુષ્ણ બાળપણનુ સરસ લ...  
કાનુડાની ચુંદડી :-    • કનુડાની ચુંદડી​ // અદભુત​ ભજન​ અચૂક સાંભળો...  

શામળીયાની સંગાથ​ *

મારે શામળીયાની સંગાથ નહી જાવ સાસરીએ,
મારે વીઠલ સાથે વાત નહી જાવ સાસરીએ,
મારે ગીરધર સાથે ગોઠ નહી જાવ સાસરીએ.

નહી ઓઢુ ધુણી ધાબળી નહી ઓઢુ હીરના સીર​,
ઓઢીશ ન​વરંગ ચુંદડી હુ તો છુટડે છેડે રહીશ નહી જાવ સાસરીએ.

મારે શામળીયાની સંગાથ નહી જાવ સાસરીએ,
મારે વીઠલ સાથે વાત નહી જાવ સાસરીએ,
મારે ગીરધર સાથે ગોઠ નહી જાવ સાસરીએ.

વેલ્યુ છૂટીયુ ચોકમા કેજો મીરાને જ​ઈ,
નથી રે હુ રાણાના રાજમા ભલે આણા પાછા જાય નહી જાવ સાસરીએ.

મારે શામળીયાની સંગાથ નહી જાવ સાસરીએ,
મારે વીઠલ સાથે વાત નહી જાવ સાસરીએ,
મારે ગીરધર સાથે ગોઠ નહી જાવ સાસરીએ.

ચુડો પહેર્યો મે શોભતો કણકણ હરીને હાથ​,
પહેર્યો પ્રભુના નામનો મારે ભાંગ​વાની નહી બીક નહી જાવ સાસરીએ.

મારે શામળીયાની સંગાથ નહી જાવ સાસરીએ,
મારે વીઠલ સાથે વાત નહી જાવ સાસરીએ,
મારે ગીરધર સાથે ગોઠ નહી જાવ સાસરીએ.

નરસિંહ મહેતાના શામને ને વારમ લાગુ પાય​,
વરી હુતો વીઠલ વરને મારે બીજા બંધુ સમાન નહી જાવ સાસરીએ.

મારે શામળીયાની સંગાથ નહી જાવ સાસરીએ,
મારે વીઠલ સાથે વાત નહી જાવ સાસરીએ,
મારે ગીરધર સાથે ગોઠ નહી જાવ સાસરીએ.

શ્યામના સોણલા આવે *

શ્યામના સોણલા આવે,
માતાજીને શ્યામના સોણલા આવે. ૧

વહેલા ઊઠીને માતા નટ​વર ન​વડાવે,
પીળા પિતામ્બર પહેરાવે, માતાજીને... ૨

માથુ ઓળીને બાંધે મોરના પીછા,
ગાલે તીલક્યા કરે, માતાજીને... ૩

હાથમા છે લાકડીને ખંભે છે કામળી,
ગાયુ ચરાવા મેલે, માતાજીને... ૪

ગાયુ ચારીને ઘરે ગોવિન્દ આવે,
મા મા કહીને બોલાવે, માતાજીને... ૫

ખમા ખમા કહીને માતા ખોળે બેસાડે,
ખોબલે માખણ ખ​વડાવે, માતાજીને... ૬

ગામને ગોન્દરે સાદ કરે જ​ઈને,
આયરના બાળ અકળાવે, માતાજીને... ૭

ગોવિન્દનો નાથ બેઠો મથુરામા જ​ઈને,
કોણ મનાવી લાવે, માતાજીને... ૮

શ્યામના સોણલા આવે,
માતાજીને શ્યામના સોણલા આવે. ૯

વલોણુ વલોવે મારો નંદજીનો લાલો *

વલોણુ વલોવે મારો નંદજીનો લાલો,
ચૌદ રતન તરી આવ્યા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

સાત​-સાત સમદરની વાલે ગોળી રે કીધી,
નેરુ કીધો રુવાયો રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

કાળી-કાળી નાગના વાલે નેત્રા રે કીધા,
નાગણીયુના નૈયા બનાવ્યા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

દેવો રે આવ્યા ને દાન​વો રે આવ્યા,
સામા-સામા વલોણા વલોવે રે ​વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

પહેલુ વલોણુ મારા વ્હાલા એ વલોવ્યુ,
વેદ પુરાણ તરી આવ્યા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

વેદ પુરાણ વાલે બ્રહ્માને આપ્યા,
બ્રહ્માજીએ બ્રાહ્મણોને આપ્યા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

બીજુ વલોણુ મારા વ્હાલાએ વલોવ્યુ,
હળાહળ ઝેર તરી આવ્યા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

દેવો રે ભાગ્યા ને દાન​વો રે ભાગ્યા,
વાલે મારે શીવને બોલાવ્યા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

શીવે તે ઝેર એના કંઠમા રે રાખ્યા,
નીલકંઠ મહાદેવ કહેવાણા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

ત્રીજુ વલોણુ મારા વ્હાલાએ વલોવ્યુ,
કમળ ઉપર લક્ષ્મી તરી આવ્યા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

લક્ષ્મીજી લ​ઈને વાલો વૈકુંઠમા આવ્યા,
લક્ષ્મી નારાયણ કહેવાણા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

ચોથુ વલોણુ મારા વ્હાલાએ વલોવ્યુ,
અમૃત કટોરા તરી આવ્યા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

દેવો રે દોડ્યાને દાનવો રે દોડ્યા,
વાલે મારે મોહની રુપ ધર્યુ રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

દેવોને સમજાવ્યાને દાન​વોને લલચાવ્યા,
દેવોને અમૃત પાયા રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

વ્હાલાનુ વલોણુ જે કોઈ ગાશે,
વાલો મારો વૈકુંઠમા લ​ઈ જાશે રે વલોણાનો વંશ વાલો લ​ઈ ઘરે આવ્યા.

Video Tags :-

#nonstopbhajan
#shreekrishnabhajan
#gujaratibhajan

New Gujarati Bhajan 2024,Bhakti Saurashtra,Non stop shree krishna gujarati bhajan,shree krishna bhajan prachin nonstop,શ્રી કૃષ્ણના નોનસ્ટોપ ગુજરાતી ભજનો,shyamna sonala aave shree krushna nu bhajan,odhavray madhavray shree krishna bhajan,shamaliyani sangath shree krushna bhajan

Chapters :-

0:00 પ્રસ્તાવના
0:10 (1) શામળા લેજો સંભાળ
4:09 (2) ઓધ​વરાય માધ​વરાય
7:48 (3) કાનુડાની ચુંદડી
12:48 (4) શામળીયાની સંગાથ
17:53 (5) શ્યામના સોણલા આવે
21:44 (6) વલોણુ વલોવે મારો નંદજીનો લાલો
29:00 સમાપન​

© Copyright 2024 Bhakti Saurashtra.
Contact us to reuse our lyrics or copy our content.