Prachin Desi Gujarati Bhakti Geet | Nonstop Gujarati Devotional Songs
ભગવદગીતા 40% રાહતદરે ખરીદો :- https://amzn.to/4fDiosA
Produced by :- Team Bhakti Saurashtra
Lyrics & Sang by :- Mota Nurapirdham Mahila Mandal
Editing by :- Harshit Variya
Contact :- [email protected]
Lyrics (ગીતો / પંક્તિઓ) :-
બંડી વાળા બાવલીયા :- • બંડી વાળા બાવલિયા (નવુ સરસ લખેલુ ગુજરાતી ...
વલોણુ વલોવે મારો નંદજીનો લાલો :- • શ્રીક્રુષ્ણનુ વલોણુ / એકવાર ભજન અચૂક સા...
લીલા વનના પોપટ :- • લીલા વનના પોપટ // ખુબ સરસ ભજન અચૂક સાંભળ...
ભગત નથી કોઈના ઓશિયાળા *
ભગત નથી કોઈના ઓશિયાળા રામ તણા એને રખવાળા... (૨)
કુવરબાઈના શ્રીમંત આવ્યા... (૨)
સાસુ લખાવે કંકોત્રી રામ તણા એને રખવાળા... (૨)
સાસુને સાડલો નંદિને પટોળા... (૨)
જેઠાણીને છેલ્લા સોહામણા રામ તણા એને રખવાળા... (૨)
કાઈ નો મળે તો લાવો બે પાણા રામ તણા એને રખવાળા... (૨)
લખી કંકોત્રી જુનાગઢ મોકલાવી... (૨)
આવી નરસૈયાને દ્વારે રામ તણા એને રખવાળા... (૨)
વાંચી કંકોત્રી દ્વારકા મોકલાવી... (૨)
દ્વારકાના નાથ આવો વેલે રા રામ તણા એને રખવાળા... (૨)
ઝાંઝા પખાલ ને ઝાંઝા સાધુડા... (૨)
ખાંડા-બાંડા બે બળદીયા રામ તણા એને રખવાળા... (૨)
ઝાંઝા છાંછડીયા ઝાંઝા માકડીયા... (૨)
ન્યા દીધા નરસૈયાના ઉતારા રામ તણા એને રખવાળા... (૨)
કુવરબાઈ તો મળવાને આવ્યા... (૨)
બાપા આબરુ કેમ રહેશે? રામ તણા એને રખવાળા... (૨)
ધીરા કુવરબાઈ ધીરા રહોને... (૨)
મામેરા પુરશે નંદલાલા રામ તણા એને રખવાળા... (૨)
સાસુને સાડલો નણંદીને પટોળા... (૨)
જેઠાણીને છેલ્લા સોહમણા રામ તણા એને રખવાળા... (૨)
લાવ્યા સોનાના બે પાણા રામ તણા એને રખવાળા... (૨)
ભગત નથી કોઈના ઓશિયાળા રામ તણા એને રખવાળા... (૨)
માતા પીતા અમીના ઓડકાર *
માતા પીતા અમી ના ઓડકારજો,
ભાવેથી સેવા એની કરજો.
કોને કોને આવ્યા ઓડકાર જો,
કોણે રે પીધા છે અમૃત ઘુટડા.
પંઢરપુરમાં પોંડરીક જેવા નામ જો,
એણે રે પીધા છે અમૃત ઘુટડા.
રોજ સવારે મંદીર દર્શન જાય જો,
નીમ લીધા છે એવા આકરા.
માતા પીતા જ્યારે માંદા પડ્યા જો,
સેવા કરે છે પુંડરીક આકરી.
સેવામા કાંઈ છ-છ મહિના જો,
પ્રભુજી વીચારે ભક્ત ન આવ્યો.
પ્રભુએ પહેજા પીળા પીતાંબર જો,
ખંભે તે ખેસ નાખી હાલ્યા.
રઘુ આવ્યા ઉઘાડે કાંઈ પગ જો,
આવીને ઊભા છે પુંડરીક આંગણે.
સાદસણીને પૂડરીક એમાં બોલ્યા છો,
દર્શન દેવા હોય તો તમે ઉભા રહો.
માતા-પીતા મારા ઘડીક જંપી જાશે,
ત્યારે હું આવીશ તમને મળવા.
ઇટલડી ને નાખી ઘરની બહાર જો,
ઇટલડી ઉપર વીઠ્ઠલ ઊભા રહ્યા.
ઉભા છે કાંઈ ત્રણ દીવસ ત્રણ રાત જો,
ત્યારે રે આવ્યા છે કુંડલીક બારણે.
ધન્ય ધન્ય છે પોંડરી ક તારી ભક્તિ જો,
સેવાથી હરી આવ્યા ઢુકડા.
કોને કોને આવ્યા ઓડકાર જો,
કોણે રે પીધા છે અમૃત ઘુટડા.
શ્રવણકુમાર ને આવ્યા હોડકારજો,
એને રે પીધા રે અમૃત ઘુટડા.
ઘરડા અને આંધળા માને બાપ જો,
સેવાયુ કરે છે શ્રવણ આકરી.
માતા-પિતાને જાત્રા કરવા જાવુ રે,
કેમ રે કરાવવું દોયલી જાત્રા.
શ્રવણ આવ્યો સુતારીને ઘેર જો,
ભાઈ સુધારી વીરા સાંભળજો.
કાવડ ઘડોને એવી સોયલી,
આંધળા મારા ઘરડા મા ને બાપ જો.
સોયલા બેસાડુ મારા માવતર જો,
ખંભે કાવડ લઈને શ્રાવણ હાલ્યો.
તીર્થે તીર્થે ડગલાં ભરતો જાય જો,
જાત્રા કરાવે એવી દોયલી.
માતા-પિતાને તરસ જા રે લાગી જો,
ઘડુલો ભરવા ને શ્રવણ હાલ્યો.
દશરથ રાજા મૃગલા રમવા જાય જો,
રૂગલો જાણીને તીર માર્યા.
તીરે વિંધાણા શ્રવણના શરીર જુઓ,
અંત વેળાએ શ્રવણ બોલ્યો.
અંતવેળા ની ઈચ્છા તારી બોલજો,
શ્રવણ કહે છે મારા માવતર.
આંધળા મારે ગરીબ માને બાપ જો,
એને રે પાણીડા તમે પીવડાવજો.
ધન્ય ધન્ય છે શ્રવણ તારી ભક્તિ જો,
સેવાથી હરિ રે આવે ઢુકડા.
જેને આંગણ માતા પિતા શોભે જો,
૬૮ તીરથ છે ઘરને આંગણે.
માતાના ચરણ છે ચારે ધામ જો,
પિતાના છે અંગ આઠે ધામ જો.
Video Tags :-
#nonstopbhajan
#prachinbhajan
#gujaratibhajan
gujarati prachin bhajan,non stop prachin desi gujarati bhajan,નોનસ્ટોપ પ્રાચીન દેસી ગુજરાતી ભજનો,New Gujarati Bhajan 2024,Bhakti Saurashtra,લેર ગગનમા લાગી ગુજરાતી ભજન બતાવો,પાણી પહેલા બાંધી લેજો પાળ ગુજરાતી ભજન બતાવો,ભગત નથી કોઈના ઓશિયાળા ગુજરાતી ભજન બતાવો,લીલા વનના પોપટ ગુજરાતી ભજન બતાવો,આજ અમે ગ્યાતા પાણી રે જમના પાણી ગુજરાતી ભજન બતાવો
Chapters :-
0:00 પ્રસ્તાવના
0:10 (1) પાણી પહેલા બાંધી લેજો પાળ
5:23 (2) લેર ગગનમા લાગી
10:44 (3) લીલા વનના પોપટ
16:14 (4) બંડી વાળા બાવલીયા
23:01 (5) માતા પિતા અમીના ઓડકાર
30:46 (6) ભગત નથી કોઈના ઓશિયાળા
36:24 (7) અમરબાઈ છે આયર કુળના દીકરી
40:52 (8) રામા રેવતે ચડીને
46:57 (9) વલોણુ વલોવે મારો નંદજીનો લાલો
54:12 (10) આજ અમે ગ્યાતા પાણી રે જમના પાણી
58:59 સમાપન
© Copyright 2024 Bhakti Saurashtra.
Contact us to reuse our lyrics or copy our content.