Nonstop Shree Ram Prachin Bhajano | Gujarati Devotional Songs

Опубликовано: 29 Сентябрь 2026
на канале: Bhakti Saurashtra - Amarba
639
like

Non Stop Shree Ram Bhakti Geet | Gujarati Devotional Songs | New Gujarati Bhajan | શ્રી રામના નોનસ્ટોપ ગુજરાતી ભજનો

ભગ​વદગીતા 40% રાહતદરે ખરીદો:- https://amzn.to/4fDiosA
---------------------------------

Lyrics (ગીતો / પંક્તિઓ):-

પંપા સરોવર પાર સબરીની ઝુપડી:-    • સબરી ની ઝુંપડી ! શ્રી રામ અને સબરીનુ ન​વુજ...  
રંગ રામ નામનો લાગ્યો:-    • રંગ રામ નામ નો લાગ્યો ! શ્રી રામ નુ ખુબ સર...  
મારા રામનો સર​વાળો:-    • મારા રામ નો સળ​વાળો ! શ્રી રામની લીલાનુ અદ...  
રામને રટી લ્યો હરીને ભજી લ્યો:-    • રામને રટીલ્યો હરીને ભજીલ્યો ! શ્રી રામનુ ન...  
રાજા રામની વાડી:-    • રાજા રામની વાડીમા આવો ભજન​ | જોવાનુ ચુક્શો...  

ક્યાથી મળે રામ રખ​વાળા *

હારે મથીમથીને ફેર​વી માળા,
તોએ ઊઘડ્યા નહી હ્રુદયાના તાળા રે, તને ક્યાથી મળે રામ રખ​વાળા. ૧

હુ છ​વ ડાયો હુ છ​વ જ્ઞાની હુ છ​વ સતબુદ્ધી વાળો,
પોતાનુ જ્ઞાન પોતાને નો આવે,
બીજાને દેનારો રે, તને ક્યાથી મળે... ૨

હારે મથીમથીને ફેર​વી માળા,
એના ઘસાઈ ગયા છે પારા રે, તને ક્યાથી મળે... ૩

હારે તેતો અમરો ને ડમરો વાવ્યો,
હારે નથી વાવ્યો તુલસીનો ક્યારો રે, તને ક્યાથી મળે... ૪

હારે તેતો પારસ પીપળાને બાળ્યો,
હારે નથી કરી મા-બાપની સેવા રે, તને ક્યાથી મળે... ૫

હારે તેતો બેન​-ભાણેજરુ દુભાવ્યા,
હારે તેતો કળોયા કકળાવ્યા રે, તને ક્યાથી મળે... ૬

હારે મથીમથીને ફેર​વી માળા,
હારે એના ઘસાઈ ગયા છે પારા રે, તને ક્યાથી મળે... ૭

હારે તુતો ગંગા જમુનામા ન્હાયો,
હારે તારા કાળજા રહી ગયા કોરા રે, તને ક્યાથી મળે... ૮

હારે મથીમથીને ફેર​વી માળા,
હારે એના ઘસાઈ ગયા છે પારા રે, તને ક્યાથી મળે... ૯

હારે તેતો અડસઠ તીર્થ કર્યા,
હારે નથી કરી મા-બાપની સેવા રે, તને ક્યાથી મળે... ૧૦

હારે મથીમથીને ફેર​વી માળા,
તોએ ઊઘડ્યા નહી હ્રુદયાના તાળા રે, તને ક્યાથી મળે... ૧૧

બંગલાનો બાંધનાર કેવો *

બંગલાનો બાંધનાર કેવો આ બંગલો કોણે બનાવ્યો?

નથી રે લોઢુ એમા નથી રે લાકડુ,
નથી ખીલો કે નથી ખીલી, આ બંગલો કોણે બનાવ્યો?

નથી રે ઈટુ એમા નથી રે રેતી,
નથી સિમેન્ટ નથી ગારો, આ બંગલો કોણે બનાવ્યો?

કડીયા કારીગરની કેવી કારીગરી,
પાણીમા બાંધી હ​વેલી, આ બંગલો કોણે બનાવ્યો?

બંગલો બનાવી આ જીવને બેસાડ્યો,
નથી લેતા બંગલાનુ ભાડુ, આ બંગલો કોણે બનાવ્યો?

આરે બંગલાને દસ દર​વાજા,
ન​વસો ન​વાણુ એમા નાડી, આ બંગલો કોણે બનાવ્યો?

નટ​વર શેઠની નોટીસ આવી,
આમારે ચોપડે નથી નામ​, આ બંગલો ખાલી કર​વાનો.

દાસી ડરી ગ​ઈ, ગ​ઈ ગુરુને ચરણે,
તારસે દ્વારકા વાળો, આ બંગલો કોણે બનાવ્યો?

પાછુ વાળી શુ જુઓ જીવાભાઈ,
ખૂટ્યા હ​વે અન્ન ને પાણી, આ બંગલો ખાલી કર​વાનો.

બંગલાનો બાંધનાર કેવો આ બંગલો ખાલી કર​વાનો.
બંગલાનો બાંધનાર કેવો આ બંગલો રામે બનાવ્યો.

---------------------------------

Time-Stamps:-
0:00 પ્રસ્તાવના
0:10 1. ક્યાથી મળે રામ રખ​વાળા
6:00 2. પંપા સરોવર પાર સબરીની ઝુપડી
8:39 3. રંગ રામ નામનો લાગ્યો
11:41 4. બંગલાનો બાંધનાર કેવો
16:03 5. મારા રામનો સર​વાળો
18:53 6. રામને રટી લ્યો હરીને ભજી લ્યો
22:05 7. રાજા રામની વાડી
26:10 સમાપન​

#nonstopbhajan
#shreerambhajan
#gujaratibhajan

© Copyright Bhakti Saurashtra.
Contact us to reuse our lyrics or copy our content.